રાજુલા ખાતેની સેન્ટ થોમસ હાઈસ્કૂલમાં રાજુલા પોલીસ સ્ટેશન અને ‘જન રક્ષક ૧૧૨’ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેસ અને માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોલીસ ટીમે ૧૧૨ હેલ્પલાઇનની કામગીરી અને મહ¥વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. જન રક્ષક ૧૧૨ના ઈનચાર્જ હેડ કોન્સ. વી.બી. સોલંકી અને એમ.બી. ધાખડા, ડ્રાઇવર હરદીપભાઈ રાઠોડ, વનરાજભાઈ સોલંકી અને ટ્રાફિક બ્રિગેડના જવાનો હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પોતાના વાહનો સંભાળીને ચલાવવા, હાઈ સ્પીડ ટાળવા અને સોસાયટી વિસ્તારોમાં ઓવરટેક ન કરવા જેવી મહત્વની ટ્રાફિક માહિતીથી વાકેફ કર્યા હતા.