રાજુલાની એચ. બી. સંઘવી મહિલા આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આનંદ બઝારનું આયોજન ઉત્સાહભેર સંપન્ન થયેલ છે. આ સમારંભમાં કેમ્પસ મેનેજર રવિભાઈ એમ.વ્યાસ, કેમ્પસ ડાયરેક્ટર ડો. જિગ્નેશભાઈ આર. વાજા, સેક્રેટરી બાલકૃષ્ણભાઈ એમ.ત્રિવેદી તથા કુમાર શાળાના આચાર્યા હિરલબેન ઠાકર તથા એસ. ટી. ડેપો મેનેજર મમતાબેન જોશી, ટી.જે.બી.એસ.ગર્લ્સ હાઈસ્કૂલનાં પ્રિન્સીપાલ સીમાબેન બી. પંડ્‌યા તથા દેવકા વિદ્યાપીઠનાં પ્રિન્સીપાલ બેલાબેન આઈ. નાયક કન્યાશાળાનાં શિક્ષિકા જાગૃતિબેન રાજ્યગુરુ, પત્રકાર યોગેશભાઈ કાનાબાર સહિત રાજુલા નગર શ્રેષ્ઠીની વિશેષ ઉપસ્થિતિ રહેલ. કોલેજમાં આનંદ બઝારનો હેતુ લઘુ ઉદ્યોગને પ્રાધાન્ય આપી સ્વદેશી વસ્તુ વપરાશની હિમાયત કરવામાં આવેલ. તમામ બહેનોએ વિવિધ પોષક આહાર તથા વિવિધ આકર્ષક ઉપયોગી ચીજ-વસ્તુ તથા હસ્તકલાના સ્ટોલ બનાવેલ. તમામ સ્ટોલધારકોએ ફન વિથ લર્ન કરેલ. પ્રાધ્યાપક તથા એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ભગવતીબેન વડીયાએ આભાર દર્શન કરેલ. આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓ, વાલીઓ તથા નગરજનોએ ઉપસ્થિત રહીને બહેનોને પ્રોત્સાહિત કરેલ.