રાજુલાની એચ. બી. સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ ખાતે સંસ્થાનો ૨૬મો વાર્ષિક મહોત્સવ તેમજ વિમળાબેન હરકિશનદાસ મહેતા કન્યા છાત્રાલયનો સંયુક્ત વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ લોકનૃત્યો અને ભાતીગળ સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી.કાર્યક્રમમાં કોલેજના સેક્રેટરી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ, કેમ્પસ ડાયરેક્ટર ડો. જીગ્નેશભાઈ વાજા અને કોલેજ પ્રિન્સિપાલ ડો. રીટાબેન રાવળની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત મહુવા નગરપાલિકા પ્રમુખ ચાંદનીબેન મહેતા, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ગૌરાંગભાઈ મહેતા, વિમળાબેન ઉનાગર, જાણીતા લેખકો, કવિઓ અને શહેરના અગ્રણી અધિકારીઓ તેમજ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવને સફળ બનાવવા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર જાગૃતિબેન તેરૈયા, ભગવતીબેન વડીયા અને કોલેજના પ્રાધ્યાપકગણે ભારે જહેમત ઉઠાવી હતી.