રાજુલાના ભેરાઈ ગામે આવેલા સુપ્રસિદ્ધ સાકરીયા હનુમાનજી મંદિર અને ખેડૂતો માટે અત્યંત મહત્વના એવા ભચાદરથી દેવકા જતા જૂના રસ્તાને ખુલ્લો રાખવા ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી છે. મંદિર
આસપાસની સરકારી પડતર જમીન કોસ્ટ ગાર્ડને ફાળવવામાં આવી છે જેનો ગ્રામજનો સહર્ષ સ્વીકાર કરે છે. જોકે આ રસ્તો બંધ થવાથી ખેડૂતો અને શ્રદ્ધાળુઓને ભારે હાલાકી વેઠવી પડી શકે તેમ હોવાથી દેશની સુરક્ષા સાથે લોકોની સુવિધા જળવાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગણી કરવામાં આવી છે.





































