જિલ્લામાં સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ વચ્ચે રાજુલાના ભેરાઈ ગામના ખેડૂત સાથે ઈન્ડીયન ગેસ કંપનીના નામે છેતરપિંડીની ઘટના બની હતી. સતત બીજા દિવસે સાયબર ક્રાઈમની ઘટના બની હતી. શિવાભાઈ રામભાઈ રામ (ઉ.વ.૪૭)એ બગસરાના હામાપુર ગામે રહેતા સાગરભાઈ કિશોરભાઈ ડોબરીયા (ઉ.વ.૨૮) સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આ ઇસમે ઇન્ડીયન ગેસમાંથી બોલુ છું અને તમારે ગેસ સિલિન્ડર જોઇતો હોય તો અત્યારે સ્કીમ છે કે રૂ.૩૬૦૦ માં ગેસના બે સિલિન્ડર તથા બે ચૂલા તથા બે રેગ્યુલેટર આવે છે. આવી સ્કીમ આપી તેમને વિશ્વાસમાં લઇ કુલ રૂ.૭૨૦૦/- તથા સાહેદો પાસેથી રૂ.૭૨૦૦ મળી કુલ રૂ.૧૪,૪૦૦નું ટ્રાન્જેક્શન કરાવી છેતરપિંડી કરી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.આર. છોવાળા વધુ તપાસ કરી રહ્યા છે.