રાજુલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા બે દિવસ પહેલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને પત્ર મારફતે ધાતરવડી ડેમ ૧ ઓવરફ્‌લોનું પાણી કેનાલમાં છોડવામાં આવે તે માટે લખી રજૂઆત કરી હતી. આજે ખેડૂત આગેવાનોની હાજરીમાં સિંચાઈ વિભાગે કેનાલમાં પાણી છોડતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. અહીં કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોના વાવેતરને ફાયદો થશે. આ ઉપરાંત અહીં કેનાલ નજીક આવેલ ગામો ધારેશ્વર, દીપડીયા, રીંગણીયાળા, નવી જૂની માંડરડી, વડલી, ચારોડીયા, ઝાંઝરડા, કુંડલીયાળા, બર્બટાણા, વાવેરા, ઝાપોદર સહિત ૧૩ જેટલા ગામોના ખેડૂતોને સીધો ફાયદો થશે.