રાજુલાના ઝીંઝકા ગામે સંયુક્ત જમીનનું ખાતું અલગ કરવા મુદ્દે બે પક્ષોમાં માથાકૂટ થઈ હતી. ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે ટીણુભા વનરાજસિંહ વાળા (ઉ.વ.૩૫)એ મહોબતસિંહ મંગળસિંહ વાળા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની તથા આરોપી મહોબતસિંહ મંગળસિંહ વાળાની સંયુક્ત જમીન હતી. આરોપીને તેનું અલગ ખાતું કરવું હતું. જેથી તેમણે આરોપીને કહ્યું કે, અલગ ખાતું કરવું તો અડધો ખર્ચો તમારે દેવાનો રહેશે. તેથી આરોપીએ કહેલ કે, ખર્ચો હું નહીં આપું ખર્ચો તારે દેવાનો રહેશે. જેથી તેમણે સંપૂર્ણ ખર્ચો આપવાની ના પાડતા તે બાબતનું મનદુઃખ રાખી તેમને માથાના વચ્ચેના ભાગે તથા કપાળના ભાગે લાકડીનો એક એક ધા મારી પાંચ ટાકા આવે તેવી ઇજા કરી હતી. ઉપરાંત મુંઢ ઇજા કરી અશ્લીલ ગાળો, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એલ. ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.