રાજુલા તાલુકાના કોવાયા ગામમાં મોડી રાત્રે એકસાથે નવ સિંહોનું ટોળું શિકારની શોધમાં ગામની શેરીઓમાં પ્રવેશ્યું હતું. વાયરલ થયેલા વીડિયોમાં આ નવ સાવજો શ્વાનની માફક આંટાફેરા કરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. એક દુકાન પાસેથી પણ તેઓ પસાર થયા હતા. સ્થાનિકોએ આ દૃશ્યો મોબાઈલમાં કેદ કર્યા હતા, જેને પગલે ગામમાં ભયનો માહોલ ફેલાયો છે.