રાજુલાના કોટડીમાં સગીરાનું અપહરણ કરી બળાત્કારના કેસમાં રાજુલાના એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ અને સ્પેશયલ (પોકસો)કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસમાં જિલ્લા મદદનીશ સરકારી વકીલ બી. એમ. શિયાળની ધારદાર દલીલ અન દસ્તાવેજી પુરાવાને કોટૅના જજ
ડી. સી. ત્રિવેદીએ માન્ય રાખીને આરોપી ભુપતભાઈ કાનાભાઈ કવાડ (રે.કોટડી તા.રાજુલા) કસુરવાર માનેલ છે. આરોપીએ ૨૦૨૧માં સગીરવયની કિશોરી સાથે ઈરાદાપૂર્વક બળજબરીથી અપહરણ કરી બળાત્કાર કર્યો હતો.
આથી સગીરાના વાલીએ ફરીયાદ કરી હતી. આ ગુન્હામાં ૨૦ વષૅની સખત કેદની સજા અને રૂ.૨૫૦૦૦/–નો દંડ અને ભોગ બનનારને વીકટીમ કોમ્પેનસેશન મુજબ રૂ. ૫૦,૦૦૦ વળતર ચુકવવાનો હુકમ કરેલ છે.