રાજુલાના કાતર ગામના યુવકને તેમના જ ગામના યુવકે ગાળો બોલી ગર્ભિત ધમકી આપી હતી. રાજુલા બસ સ્ટેન્ડ પાસે આવેલા તાલુકા પંચાયતના ગેટ પાસે ઘટના બની હતી. આ સંદર્ભે અમરીશભાઈ ઉર્ફે બાબભાઈ દાદાભાઈ વરૂ (ઉ.વ.૩૦)એ તેમના જ ગામના જયસુખભાઈ ઉર્ફે જયતો રાજાભાઈ જોગદીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ રાજુલા તાલુકા પંચાયત પાસે તેમની ફોરવ્હીલ ગાડીમાં બેઠા હતા તે દરમિયાન આરોપી મોટરસાયકલ લઈને તેમની પાસે આવ્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો બોલી ગર્ભિત ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એફ. ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.