રાજુલાના કથીવદરપરા ગામે અકસ્માતમાં એકનું મોત થયું હતું. રાજેશભાઇ દાહાભાઇ શિયાળ (ઉ.વ.૪૨)એ ય્ત્ન-૦૪-ઉ-૧૭૩૩ ના વાહનચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમનો દિકરો રોડે ચાલીને પોતાના ઘરે આવતો હતો ત્યારે તેમના ઘર પાસે એક છોટા હાથી નં.ય્ત્ન-૦૪-ઉ-૧૭૩૩ ના વાહનચાલકે તેમના દિકરાને પાછળથી ટક્કર મારી હતી. જેમાં બંને પગે ઇજા થઈ હતી. તેમજ છાતીના ભાગે મુંઢ ઇજા કરી મોત નિપજાવ્યું હતું. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.આર. છોવાળા વધુ તપાસ કરી રહ્યા છે.