રાજુલાના કડીયાળી ગામે ભેરાઇ ચોકડી પાસે રીક્ષા પલટી જતાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે રામજીભાઇ હરજીભાઇ શિયાળ (ઉં.વ. ૪૫) એ રીક્ષા (નં. ય્ત્ન-૧૪-રૂ-૩૧૮૫) ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, તા. ૧૯/૦૨/૨૦૨૬ ના રોજ બપોરના સાડા અગિયારેક વાગ્યે તેમના માતા ભાવીબેન, મોટાભાઇ લખમણભાઇની પુત્રી જયશ્રીબેન તથા અન્ય પાંચ-છ મુસાફરો રાજુલાથી અતુલ પીયાગો રીક્ષામાં બેસીને શિયાળબેટ જઇ રહ્યા હતા. ભેરાઇ ચોકડી પાસે પહોંચતા રીક્ષા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા અચાનક પલટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં ભાવીબેનને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક પોતાનું વાહન મૂકીને નાસી છૂટ્યો હતો.