રાજુલાના રાજપરડા ગામે રહેતા જીલુભાઈ બાલાભાઈ સોલંકી (ઉ.વ.૬૬)એ જાહેર કર્યા મુજબ તેમનો પુત્ર મોટર સાઇલ લઇને રીંગણીયાળા ગામથી રાજપરડા ગામે જતો હતો ત્યારે મોટર સાયકલ સ્લીપ થતાં સારવાર અર્થે ખસેડાયો હતો. ડુંગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.કે. પીછડીયા વધુ તપાસ કરી રહ્યા છે. વડીયાના મોટા ઉજળા ગામે રહેતી એક યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી.