રાજકોટને રંગીલું પણ કહેવાય છે જે ક્રાઇમમાં પણ પવન વેગે વધે છે. તેની સાથે સ્પર્ધામાં જમીન પચાવી પાડવાના કિસ્સાઓ પણ વધ્યા છે. રાજકોટ જિલ્લા કલેકટર સામે છેલ્લા ત્રણ માસના જમીન પચાવી પાડવાના ૧૮૧ ફરિયાદો થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાંથી ૧૧૮ કેસો તપાસ કર્યા વગર પડતાં મુક્વામાં આવ્યા છે.તેમજ  જમીન અને મિલકત સંબંધિત ગુનાઓ પણ વધી રહ્યા છે. જાકે, સરકારી તંત્રની બેદરકારીને કારણે જમીન અને મિલકત પચાવી પાડવાનો ગ્રાફ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા ૯૦ દિવસમાં, જમીન કે પ્રોપર્ટી પચાવી પાડવા અંગે જિલ્લા કલેક્ટર  સમક્ષ ૧૮૧ ફરિયાદો નોંધાઈ છે. આમ, રાજકોટમાં દરરોજ સરેરાશ બે ફરિયાદો નોંધાય છે. તેની સરખામણીમાં, નિરાકરણની પ્રક્રિયા અત્યંત ધીમી છે. આ મહિને, જમીન પચાવી પાડવાની સમિતિએ લાંબા સમયગાળા પછી થયેલ બેઠકમાં ફક્ત બે કેસમાં પોલીસ ફરિયાદો દાખલ કરવાનો નિર્ણય લીધો.ઓગસ્ટની બેઠકમાં કુલ ૬૩ કેસ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી બે રાજકોટ શહેરના અને એક ગ્રામ્ય વિસ્તારના હતા. ત્રણ કેસમાં પોલીસ ફરિયાદો દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ, સપ્ટેમ્બરની બેઠકમાં ૬૦ કેસ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી કોઈમાં ફરિયાદ નોંધાઈ ન હતી.નવેમ્બરમાં યોજાયેલી બેઠકમાં સમિતિ સમક્ષ કુલ ૫૮ ફરિયાદો રજૂ કરવામાં આવી હતી, જેમાંથી રાજકોટ શહેરમાંથી ૨ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ૧૯ કેસનો ઉકેલ લાવવામાં આવ્યો છે અને ૩૬ ફરિયાદો દૂર કરવામાં આવી છે, જ્યારે ૧ કેસ  પેન્ડીંગ રાખવામાં આવ્યો છે.છેલ્લા ૩ મહિનામાં, કુલ ૧૮૧ કેસમાંથી, ૧૧૮ કેસ સરકારી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે, અને તપાસમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સમિતિ પાસે ઘણી ફરિયાદો છે, પરંતુ કોઈ કાર્યવાહી ન થતી હોવાની ચર્ચા વેગ પકડી રહી છે.