રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં દાદાનું બુલડોઝર ફરવા જઇ રહ્યું છે. ગઈકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સાથે મ્યુનિસિપલ કમિશ્નરે બેઠક કરી જંગલેશ્વર વિસ્તારમાં આજીનદીના કાંઠા વિસ્તાર અને ટીપી રોડમાં કપાતમાં જતા મકાનો અને દુકાનો અંગે ચર્ચા કરી હતી. કલાસ ૧ અધિકારીઓની ૬ ટીમ દ્વારા આજે જંગલેશ્વર વિસ્તારમાં લોકોને ઘરે ઘરે જઈ અને મકાન ખાલી કરવા સૂચનાઓ આપી હતી. સોમવારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નગર રચના યોજના નં. ૬ હેઠળના ૧૫ મીટરના ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે
રાજકોટના જંગલેશ્વર વિસ્તાર છેલ્લા ઘણા સમય થી ડીમોલેશનને લઈને ચર્ચામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં જે ૧૩૫૭ જેટલા મિલકત ઉપર દબાણ દૂર કરવા નોટિસ પાઠવી હતી. જેના પર હાઈકોર્ટે સ્ટે આપેલો છે. ત્યારે આ મિલકતો સિવાયના જે દબાણો છે તે દૂર કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તથા નગર રચના યોજના નં. ૬ હેઠળના ૧૫ મીટરના ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંતિમ સૂચના આપવામાં આવી છે. પૂર નિયંત્રણ અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે હાથ ધરવામાં આવેલી ડિમોલિશન કામગીરી અંતર્ગત મિલ્કતધારકોએ ૩ દિવસમાં સ્વખર્ચે દબાણો દૂર કરવાના રહેશે. જા નિયત સમયમાં અમલ નહીં થાય, તો મનપા દ્વારા તા. ૨૩ ફેબ્રુઆરીથી ડિમોલિશનની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે, જેનો તમામ ખર્ચ અને નુકસાનની જવાબદારી જે-તે મિલ્કતધારકની રહેશે. એવી ચેતવણી પણ આપવામાં આવી છે.
આ મેગા ડિમોલિશનમાં ૨૧ જેસીબી, ૨૬ ટ્રેક્ટર, ૨ હિટાચી, ૧૫૦ જેટલા મજૂર, ૩૮ ગેસ કટર મદદથી ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવનાર છે. સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે, મહોરમનો મહિનો હોવાથી સોમવારે ડીમોલેશન કરી તંત્ર લોકોને ઘર વિહોણા ન કરે તો સારું. પરંતુ અધિકારીઓ સમય આપવાને બદલે સોમવાર સુધીમાં મકાનો અને દુકાનો ખાલી કરી દેવા આદેશ કરી રહ્યા છે. મહોરમ મહિનો પૂર્ણ થયા બાદ લોકો સ્વૈÂચ્છક રીતે ખાલી કરી દેશે તેવી ખાતરી સ્થાનિક આગેવાનો આપી રહ્યા છે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે અસરગ્રસ્તોને આવાસ યોજનામાં ફ્લેટ ફાળવવામાં આવે તેવી માંગ પણ કરી છે.
જંગલેશ્વરમાં આવેલ રામકૃષ્ણ નગરમાં કુલ ૧૩ શેરીમાં રોડની બન્ને સાઈડ ૧૩૫ જેટલા મકાનોમાં ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં રામકૃષ્ણ નગર શેરી નંબર ૧૩થી ૨૫નો સમાવેશ થાય છે. અહીંયા રસ્તો પહોળો કરવા અગાઉ સર્વે પણ કરી દેવામાં આવ્યો છે અને ટીપી વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. રસ્તાને પહોળો કરવા માટે સર્વેયર દ્વારા સર્વે કરી મા‹કગ સાથે મનપાના અધિકારીઓ સુધી વિગતો રજૂ કરતા તંત્ર દ્વારા તમામ નોટિસ પાઠવી દેવામાં આવી હતી. રામકૃષ્ણ નગરના કુલ ૧૩૫ મકાનો અસરગ્રસ્ત થતા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ આ જ રીતે ડિમોલિશન હાથ ધરવામાં આવશે. જે માટે અધિકારીઓ દ્વારા આજે સ્થળ મુલાકાત પણ કરવામાં આવી હતી. લોકોને મા‹કગ કરેલા મકાનો પોતાની રીતે સ્વખર્ચે ઉતારી લેવા સૂચના આપવામાં આવી હતી. એટલું જ નહીં જંગલેશ્વરના મુÂસ્લમ આગેવાનો પણ લોકોને સમજાવવા સાથે રહ્યા હતા.
મ્યુનિસિપલ કમિશર તુષાર સુમેરાએ નિવેદન આપતા કહ્યું હતું કે, ૧૪૦૦થી વધારે આસામીઓને નોટિસ અપાઇ છે. ૨૩ તારીખથી આ ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે. નદીકાંઠા પર આવેલા મકાનો અને ટીપીના રોડ પર થયેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરાશે. સાત ઝોનમાં કામગીરી હાથ ધરાશે. દરેક ઝોનનું મોનિટરીંગ ક્લાસ વન ઓફિસર દ્વારા કરવામાં આવશે. જેના દ્વારા પીજીવીસીએલ,જીએસપીસી અને પોલીસ દ્રારા સંકલન કરવામાં આવશે
સોમવારે આજી નદીના પટમાં અને નાડોદાનગરનાં ટીપી રોડમાં ડિમોલિશન કરવામાં આવશે. જેમાં શાળા નંબર ૭૦ વાળો ૮૦ ફૂટના રોડ પર કુલ ૫૦૦ જેટલા મકાનો અને દુકાનોનું ડિમોલિશન કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે. આ સિવાય આજી નદીના પટમાં ૯૦૦-૧૦૦૦ જેટલા ગેરકાયદેસર બાંધકામો હટાવવામાં આવનાર છે. ઉલ્લેખની છે કે, જંગલેશ્વર વિસ્તારમાં તાજેતરમા ૧૩૫૭ મિલકત ધારકોને ડિમોલિશન માટે નોટિસ પાઠવ્યા બાદ કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. હાલ પૂરતી આ તમામ મિલકત ધારકોને સ્ટે આપવામાં આવ્યો છે. આ સિવાય પણ ગેરકાયદે દબાણો હોવાથી મનપાએ આ તમામ જગ્યા પર બુલડોઝર ફેરવી મેગા ડિમોલિશન હાથ ધરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.