પ્રાઇવેટ નોકરી કરનારી ૩૫ વર્ષીય યુવતી દ્વારા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રોહીશાળા ગામ ખાતે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવનારા મુકેશ સોલંકી તેમજ મોરબી જિલ્લામાં પ્રાથમિક શિક્ષિકા તરીકે ફરજ બજાવનારી ૩૬ વર્ષીય પ્રીતિ ઘેટીયા વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ ૬૪(૨),૩૦૮(૨), ૩૫૧(૩), ૧૧૫(૨), ૬૧(૨) સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો છે.પોલીસને આપેલી ફરિયાદમાં યુવતી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આરોપીઓ દ્વારા એકસંપ થઈને ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું હતું. મુકેશ સોલંકી દ્વારા તેની મરજી વિરુદ્ધ પ્રીતિ ઘેટિયાના ફ્લેટ ખાતે અવારનવાર સંબંધ પણ બાંધવામાં આવ્યા હતા. તેમજ યુવતીના ન્યુડ ફોટા તેમજ વિડિયો ઉતારી તેને બ્લેકમેલ કરવામાં આવી હતી. તેમજ કટકે કટકે તેની પાસેથી ૪,૨૫,૦૦૦ રૂપિયા જેટલી રકમ બળજબરીપૂર્વક પડાવી લેવામાં આવી હતી. મુકેશ દ્વારા યુવતીને પોતાની ફોર વ્હીલર ગાડીમાં રહેલ ચા‹જગ વાયર દ્વારા માર પણ મારવામાં આવ્યો હતો. તેમજ યુવતીના લગ્ન સમયે મુકેશ તેમજ પ્રીતિ દ્વારા યુવતીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી લગ્ન પણ રોકાવ્યા હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ હરેશકુમાર પટેલના જણાવ્યા અનુસાર, બુધવારના રોજ ગુનો નોંધાતાની સાથે યુનિવર્સિટી પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ પર પાટીદાર ચોક પાસે રવિ એપાર્ટમેન્ટ ખાતે રહેતી પ્રીતિ ઘેટિયાની ધરપકડ કરવામાં આવી છે. તેમજ રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે રહેતા મુકેશ સોલંકીની શોધખોળ માટે યુનિવર્સિટી પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી મુકેશ સોલંકીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી સૌપ્રથમ પ્રીતિના સંપર્કમાં આવી હતી. પ્રીતિના માધ્યમથી તે મુકેશના સંપર્કમાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા બનાવ સંદર્ભે જરૂરી પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.










































