ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ સ્થીત ઈમામબારામાં અશ્લીલ વીડિયો શૂટ થતાં શિયા મુસ્લીમો નારાજ છે. આ સમસ્યાનો સામનો કરવા માટે શિયા વક્ફ બોર્ડે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અપીલ કરી છે. શિયા વક્ફ બોર્ડ તરફથી કહેવામાં આવ્યું છે કે યોગી આદિત્યનાથ પોતે એક ધાર્મિક નેતા છે. આવી સ્થીતિમાં તેમની પાસેથી ધાર્મિક સ્થળોની સુરક્ષાની અપેક્ષા રાખવામાં આવે છે.
શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષે યોગી સરકારને ફરિયાદ કરી છે કે લખનૌના ઈમામબારામાં અશ્લીલ ડાન્સ વીડિયો બનાવવામાં આવી રહ્યો છે, જેને રોકવો જાઈએ. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે દર થોડાક દિવસે હુસૈનાબાદના બડે ઈમામબારા (આસિફી ઈમામબારા) સંકુલમાંથી સોશિયલ મીડિયા પર આવતા અશ્લીલ ડાન્સ વીડિયો સમગ્ર વિશ્વમાં શિયા મુસ્લીમોની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યા છે. વારંવાર ફરિયાદ કરવા છતાં હુસૈનાબાદ ટ્રસ્ટના અધિકારીઓની ઉંઘ ઉડી રહી નથી. જા જવાબદાર લોકો આસ્થાના પ્રતિક એવા આ ધર્મસ્થળોના સન્માનની રક્ષા ન કરી શકે તો તેમને તેમની જવાબદારી ઉઠાવવાનો અને ત્યાંથી પગાર ખેંચવાનો કોઈ અધિકાર નથી. તેનું સંચાલન “હુસૈનાબાદ ટ્રસ્ટ ડીડ” (અવધના દિવંગત રાજા મોહમ્મદ અલી શાહની ઇચ્છા) મુજબ કાયદાકીય માધ્યમથી તાત્કાલિક સ્થાનાંતરિત થવું જાઈએ.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, “આ સંદર્ભમાં અમે ગૃહ વિભાગને પણ વિનંતી કરીએ છીએ કે સતત અશ્લીલ વીડિયો કોઈ મોટા ષડયંત્રનો ભાગ હોઈ શકે છે. ઈમામબારા ઉપરાંત, શાહી મસ્જીદ આસિફી પણ આ સંકુલમાં આવેલી છે. શક્ય છે કે આ બધુ અસામાજિક તત્વો દ્વારા આયોજનબધ્ધ રીતે કરવામાં આવી રહ્યું છે ઉત્તર પ્રદેશને રમખાણો મુક્ત બનાવવાનો શ્રેય અને ન્યાયની ભૂમિ તેમને જ જાય છે.
Home રસધાર રાજકીય રસધાર યોગીએ યુપીને રમખાણ મુક્ત અને ન્યાયની ભૂમિ બનાવી, હવે ઇમામબારામાં અશ્લીલ નૃત્ય...