સુરતના લસકાણા વિસ્તારમાં ૨૨ વર્ષીય ચિત ગાબાણીના આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છ. આ આપઘાત કેસમાં બેડ નીચેથી મળેલી સ્યસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તેની સ્યૂસાઈડ નોટમાં જર્મની જવાના ૧૦ લાખ હારવા સાથે વધુ ૧૦ લાખનું દેવું થયું હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેમજ જુગાર રમવા માટે લીધેલા ૮૦ હજાર સામે અજય શિરોયા ૨ લાખની પઠાણી ઉઘરાણી કરતા હોવાનો આરોપ મૂક્યો છે. જેથી ચિત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો. પોલીસે આરોપી અજય મહાકાલની ધરપકડ કરી છે.

મૂળ બોટાદના ખોડાભાઈ ગાબાણી સુરતના હીરાના કારખાનામાં કામ કરે છે. તેમને ત્રણ સંતાન છે. તેમાંથી એક ચિત ગાબાણી જર્મની જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતું આ વચ્ચે તેણે બે દિવસ પહેલા પોતાના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તો પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે, જર્મની જવાના ૧૦ લાખ હારવા સાથે વધુ ૧૦ લાખનું દેવું અને જુગાર રમવા માટે લીધેલા ૮૦ હજાર સામે અજય શિરોયાએ ૨ લાખની પઠાણી ઉઘરાણી કરતા ચિત ગાબાણી ફાંસો ખાવા મજબૂર થયો હતો.

યુવકે પોતાના બેડની નીચે એક પાનાના અંતિમ નોટ મૂકી હતી. જેમાં તેણે સ્યૂસાઈડ કરવામાં કારણ લખ્યું છે. ચિત્ત ગાબાણીએ સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે કે, સોરી પપ્પા મમ્મી હું જાવ છુ તમને તો ખબર જ છે મે કેટલા પૈસા ગુમાવ્યા છે. પણ જે તમને નથી ખબર જે જર્મની માટે જે પૈસા બ્લોક કરાવ્યા હતા ઈ પૈસા હુ હારી ગયો તો ઇ પૈસા મે ગયા વર્ષે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં જ ગુમાવી દીધા હતા. મે ડુપ્લીકેટ લેટર બનાવીને વીઝા એપ્લાય કર્યા તા વિચાર્યુ હતુ કે વીઝા આવી જશે અને હું ત્યાં જઈને તમને બધાને હકીકત કઈ દઈશ પણ વીઝા મળ્યા નહી છતા હું પાછો વળ્યો નહી. મે ગામમાથી પૈસા માંગવાનું ચાલુ કર્યું ૧૦%, ૨૦% ના પૈસાથી રમ્યો હાર્યો જીત્યો બધું થયું છેલ્લે પૂરું થઈ ગયં. મકુંજના ઉછીના પૈસા પણ હારી ગયો. નીહાર અને મુકુંજ આ બે માણસે મારે જ્યારે જરૂર પડી ત્યારે મારો સાથ આપ્યો છે. જા આ બંને ના હોત તો આ પગલું મેં કદાચ બહુ સમય પહેલા લઈ લીધું હોત.

વાંધો નઇ જે થયુ તે હજુ  એક પૈસા અજયભાઇ શિરોયા(મહાકાલ) પાસેથી મે ટોટલ ૮૦ હજાર લીધા તા જે અમે ભાગીદારીમાં જુગાર રમતા હતા જેના ૬૦ હજાર રૂપિયા એમના ભાગમા આવ્યા હતા ને મારા ભાગમા કઈ નહી, તો મે એમને ૧૦/૫/૨૦૨૫ના તારીખના બે ચેક આપ્યા તા એક ૧,૫૦,૦૦૦ અને ૧,૨૦,૦૦૦નો જે હુ ટાઇમ સર પરત નહોતો કરી શક્યો, તો તારીખ ૧૦/૫/૨૦૨૫ના રોજ મે એમને બીજી તા-૧૦/૬/૨૦૨૫ બે લાખ રૂપિયાનો ચેક આપેલો છે. ટોટલ ૮૦,૦૦૦ હતા ને હવે ઇ મારી પાસે ૨,૦૦,૦૦૦ બે લાખ રૂપીયા માંગે છે.

ટોટલ ૧૦ લાખનું દેવુ મેં કરી નાખ્યું છે અને આ આંકડો આગળ ના જાય તેના માટે હું આ પગલુ ભરુ છું. બની શકે તો અજય શિરોયા(મહાકાલ) ને સજા મળે તો આપજા. બાકી થયુ, મારો શોક મહેરબાની કરીને મનાવતા નહી. માફીને લાયક તો હું છુ જ નહી પણ છતા બની શકે તો મને માફ કરી દેજા સોરી સોરી લિ. તમારો દીકરો અને અંગ્રેજીમાં સહી કરી હતી. આ સાથે ફોનનો પાસવર્ડ એમાં ફોનમાં મારી એપલ આઈડી નથી. અજયભાઈના માણસની છે. તે બીચારાનો કોઈ વાંક નથી, અજયનો જ વાંક છે આ બધો.