યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાને તેલ સપ્લાય કરતા દેશો સામે ટેરિફની જાહેરાત કરી છે. ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનલ બર્મુડેઝે આ નિર્ણય પર કડક પ્રતિક્રિયા આપી છે. ક્યુબાના રાષ્ટ્રપતિએ યુએસના પગલાની નિંદા કરી છે અને ચેતવણી આપી છે કે આ નિર્ણયો ક્યુબાના અર્થતંત્રને ગળું દબાવવાના હેતુથી છે. તેમણે કહ્યું કે ક્યુબા આ નવા હુમલાનો સામનો મક્કમતા, શાંત અને વિશ્વાસ સાથે કરશે કે સંભાવનાઓ તેના પક્ષમાં છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાને તેલ સપ્લાય કરતા દેશો સામે નવા ટેરિફ લાદવાની ધમકી આપતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. ઓર્ડરમાં કહેવામાં આવ્યું હતું કે, “ક્યુબાને સીધા કે પરોક્ષ રીતે તેલ વેચતા કે સપ્લાય કરતા કોઈપણ દેશની આયાત પર વધારાના ટેરિફ લાદવામાં આવી શકે છે.” ઓર્ડરમાં ક્યુબાને યુએસ રાષ્ટ્રીય સુરક્ષા માટે અસાધારણ ખતરો ગણાવવામાં આવ્યો છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ક્યુબાની સરકાર રશિયા, ચીન અને ઈરાન, તેમજ હમાસ અને હિઝબુલ્લાહ સહિત અસંખ્ય પ્રતિકૂળ દેશો, આંતરરાષ્ટ્રીય આતંકવાદી જૂથો અને યુએસ વિરોધી તત્વો સાથે જાડાણ કરે છે અને તેમને સમર્થન આપે છે.









































