કોડીનાર તાલુકાના મોરવાડ ગામમાં એક યુવાનના જીવનને બચાવવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરવાડ ગામના યુવાન શોહિલગીરી નરવાણગિરી ગોસ્વામી જી.બી.એસ. (ય્મ્જી) નામના વાયરસથી ગંભીર રીતે બીમાર છે અને હાલમાં જૂનાગઢની હોપ હોસ્પિટલમાં દાખલ છે. ડોકટરોના જણાવ્યા મુજબ, તેમને સારવાર માટે ૧૦૦ બોટલ પ્લાઝમાની તાત્કાલિક જરૂર છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સમસ્ત મોરવાડ ગામ અને ગ્રામ પંચાયત ઓફિસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ૧૮૦ બોટલ બ્લડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેથી શોહિલગીરીને જરૂરી પ્લાઝમા મળી રહે. ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મંત્રીએ ગામના તમામ લોકોને ભાવભરી અપીલ કરી છે કે, મંગળવાર, તા. ૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સવારે ૮ઃ૩૦ વાગ્યાથી બપોરે ૩ઃ૦૦ વાગ્યા સુધી ગ્રામ પંચાયત ઓફિસ ખાતે આવીને વધુમાં વધુ રક્તદાન કરી આ યુવાનના જીવનને બચાવવામાં મદદરૂપ થાય. રક્તદાન કરવા ઈચ્છતા લોકોએ અગાઉથી આ નંબર (૯૯૦૯૭૫૪૬૦૬, ૯૨૭૪૯૧૭૨૧૭) પર ફોન કરવો.