મોરબીએ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહેરુ ગેટ ચોકીમાં ફરજ પર રહેલા હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ મકવાણાને એસીબીએ લાંચ લેતા પકડ્યા છે. એસીબીની ટીમે તેમની ધરપકડ કરી છે અને લાંચની ૧.૩૦ લાખની રકમ જપ્ત કરી છે.
અરજીનો નિકાલ કરવા માટે અરજદાર પાસેથી કુલ ૨.૩૦ લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. અરજદારે અગાઉ ૧ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. બાકીના ૧.૩૦ લાખ રૂપિયા લેતી વખતે હેડ કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. ફરિયાદીએ ૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ મોરબી જીલ્લાના ગામ નાની વાવડી ખાતે પ્લોટ ખરીદ્યો હતો. જે પ્લોટ બાબતે નગર દરવાજા પોલીસ ચોકી ખાતે ખોટી રીતે દસ્તાવેજ કર્યા બાબતે એક અરજી કરવામાં આવેલી હતી. જે અરજીમાં ગુનો દાખલ ન કરવા અને આ અરજીના નિકાલ કરવા આ કામનાં આરોપીએ આ કામનાં ફરિયાદી પાસે રૂપિયા બે લાખ પચાસ હજારની લાંચની માંગણી કરી હતી.
રકઝક્નાં અંતે રૂપિયા ૨ લાખ ૩૫ હજારની લાંચની રકમ આપવાનું નક્કી કરવામાં આવી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદીએ ફરિયાદ આપતા લાંચનું છટકું ગોઠવતા આરોપીએ ફરિયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂપિયા ૨, ૩૫૦૦૦ લાંચની રકમ સ્વીકારી વર્ગ ૩ પોલીસ કોન્સ્ટેબલ રંગે હાથ પકડાઈ ગયો હતો.
એસીબીની ટીમ હેડ કોન્સ્ટેબલને મોરબીના વીસી પરા વિસ્તારમાં એસીબી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ કેસમાં પીએસઆઇ એ.એસ. શુક્લાને પણ પૂછપરછ માટે એસીબી ઓફિસ લઈ જવામાં આવ્યા હતા. મોરબીમાં સરકારી કચેરીઓમાં લાંચની આ ઘટનાએ પોલીસ દળમાં ખળભળાટ મચાવી દીધો છે.