વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે, ગુરુવારે વીડિયો કોન્ફરીસિંગ દ્વારા ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસના અત્યાધુનિક ‘ઇન્ફીનિટી કેમ્પસ’નું ઉદ્ઘાટન કર્યું. તેમણે સ્કાયરૂટના પ્રથમ ઓર્બિટલ રોકેટ, વિક્રમ-૧નું પણ અનાવરણ કર્યું, જે ઉપગ્રહોને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, વડા પ્રધાન મોદીએ આ પ્રસંગે ભારતના અવકાશ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની વધતી ભૂમિકાની પ્રશંસા કરી. તેમણે કહ્યું, “આજે, ભારત અવકાશ ક્ષેત્રમાં અભૂતપૂર્વ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ખાનગી ક્ષેત્ર હવે ભારતના અવકાશ ઇકોસિસ્ટમમાં મોટી છલાંગ લગાવી રહ્યું છે.” પીએમ મોદીએ વધુમાં કહ્યું કે સ્કાયરૂટનું ઇન્ફીનિટી કેમ્પસ “ભારતની નવી વિચારસરણી, નવીનતા અને યુવા શક્તિનું પ્રતિબિંબ છે.”ઇન્ફીનિટી કેમ્પસની વિશેષતાઓસ્કાયરૂટનું અત્યાધુનિક ‘ઇન્ફીનિટી કેમ્પસ’ નવીનતા અને ઉત્પાદન માટેનું કેન્દ્ર બનશે.આશરે ૨૦૦,૦૦૦ ચોરસ ફૂટના વિશાળ કાર્યક્ષેત્રમાં ફેલાયેલું, આ કેન્દ્ર બહુવિધ લોન્ચ વાહનોની ડિઝાઇન, વિકાસ, એકીકરણ અને પરીક્ષણ માટે રચાયેલ છે.આ સુવિધામાં દર મહિને એક ઓર્બિટલ રોકેટનું ઉત્પાદન કરવાની ક્ષમતા હશે, જે ભારતની વાનીજિક અવકાશ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ રહેશે.સ્કાયરૂટ એરોસ્પેસ એ ભારતની અગ્રણી ખાનગી અવકાશ કંપની છે, જેની સ્થાપના ઇસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકો અને ભારતીય ટેકનોલોજી સંસ્થાનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પવન ચંદના અને ભરત ઢાકા દ્વારા કરવામાં આવી છે.નવેમ્બર ૨૦૨૨ માં, સ્કાયરૂટે તેનું સબ-ઓર્બિટલ રોકેટ, વિક્રમ-એસ સફળતાપૂર્વક લોન્ચ કર્યું, જે અવકાશમાં રોકેટ લોન્ચ કરનારી પ્રથમ ભારતીય ખાનગી કંપની બની.