મોટા લીલીયાના લેઉવા પટેલ સમાજ વાડી ખાતે સ્વ. કાંતાબેન રમણીકભાઈ દવેની ચોથી પુણ્યતિથિ નિમિત્તે અતુલભાઈ રમણીકભાઈ દવે પરિવાર દ્વારા ‘વડીલ વંદના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દવે પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ અવસરે નાના બાળકોએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. આયોજક અતુલભાઈ રમણીકભાઈ દવે પરિવારે બ્રહ્મસમાજના ૭૦ વર્ષથી વધુ ઉંમરના ૬૫ જેટલા વડીલોને પુષ્પગુચ્છ, શાલ અને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કર્યા હતા.