અમરેલી તાલુકાનું મોટા ભંડારીયા ગામ આશરે ૪૫૦૦ની વસ્તી ધરાવતું મોટું ગામ છે. આ ગામમાં વિકાસના વિવિધ કામ માટે ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિક ધારાસભ્ય અને સરકારના ઉપદંડક કૌશિક વેકરીયાને રજૂઆત કરવામાં આવી હતી. વિકાસના આ કામમાં મોટા ભંડારીયાથી થોરડીનો રસ્તો બનાવવો, ગટર લાઈનનું કામ, કાચા રસ્તાને પાકા બનાવવા, આરોગ્ય કેન્દ્ર બનાવવું, ખોડીયાર મંદિરથી પીર બાપાના મંદિર સુધી રસ્તો બનાવવો, પીવાના પાણીનો સમ્પ બનાવવો અને પાણીની ટાંકી બનાવવાની રજૂઆત કરવામાં આવી છે. આમ, મોટા ભંડારીયાને આદર્શ ગામ બનાવવા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી નાણાં ફાળવવા જયસુખભાઈ કસવાલા સહિતના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને તે બાબતે ધારાસભ્યએ યોગ્ય કરવાની ખાતરી આપી હતી.








































