ગત રાતે  મોટાઝિંઝુડા ગામમાં એક સિંહણ તેના બે બચ્ચા સાથે ઘુસી આવી હતી.સિંહણએ ગામમાંથી એક વાછરડાનું શિકાર કરી   એક ગાયને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ સિંહણ અગાઉ પણ વારંવાર ગામમાં પ્રવેશ કરીને લોકોમાં ભય ફેલાવી રહી છે. ગ્રામજનો દ્વારા આ મુદ્દે ગામના સરપંચ પંકજ ઉનાવાણે  જાણ  કરી હતી. સરપંચે તાત્કાલિક વન વિભાગના અધિકારીઓને જાણ કરી અને રાત્રે જ ટીમને જાણ કરવામાં આવી હતી. હાલ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો  છે. ગામમાં સિંહણના આંટા ફેરા થતા લોકો રાત્રીના સમયે ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે.