કુંકાવાવ તાલુકાની મેઘાપીપળીયા પે. સે. શાળામાં કાર્યરત શિક્ષિકા કાજલબેન પાનસુરીયાને ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ, સુરત દ્વારા પ્રતિભાવંત વિદ્યાસેવી શિક્ષિકા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ધોરણ ૧–૨ના પ્રજ્ઞા પ્રોજેક્ટમાં તેમના ઉમદા કાર્ય બદલ આ સન્માન મળશે. તારીખ ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સુરત ખાતે સન્માન કાર્યક્રમ યોજાશે. અગાઉ પણ કાજલબેનને અમરભાઈ વિશિષ્ટ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિ બદલ આચાર્ય, શાળા સ્ટાફ અને ઉદયભાઈ દેસાઈ સહિત શિક્ષણજગત દ્વારા તેમને અભિનંદન પાઠવાયા છે.









































