અમરેલી જિલ્લાની ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ – બગસરા ખાતે ખેલો ઈન્ડિયા અંતર્ગત અસ્મિતા કિલબોક્સિંગ લીગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. કો-ઓર્ડીનેટર દર્શનભાઈ ત્રિવેદીના સફળ સંકલન હેઠળ ૨૦૦થી વધુ દીકરીઓએ ભાગ લઈને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતુ. પ્રિન્સીપાલ જેઠવા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. રાજકોટની ટેક્નોફાઈટ માર્શલ આર્ટસની ટીમે રેફરી અને જજ તરીકે સેવા આપી હતી







































