ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી રઘુરાજ સિંહ વિરુદ્ધ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાની એક કોર્ટમાં તેમના વિવાદાસ્પદ નિવેદન બદલ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસ સામાજિક કાર્યકર્તા એમ. રાજુ નાયરે દાખલ કર્યો હતો, જેમાં મંત્રી પર મુસ્લીમ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ મામલાની નોંધ લેતા, કોર્ટે ૨૨ માર્ચ, ૨૦૨૫ ના રોજ સુનાવણીની તારીખ નક્કી કરી છે.
ફરિયાદ મુજબ, ઉત્તર પ્રદેશના મંત્રી રઘુરાજ સિંહે હોળીના તહેવાર નિમિત્તે મુસ્લીમ સમુદાય વિશે વાંધાજનક નિવેદન આપ્યું હતું. તેમાં તેમણે કહ્યું હતું કે હોળી પર કોઈએ બહાર ન જવું જાઈએ અને જા કોઈ બહાર જાય તો તેણે ત્રિપલ કપડાં પહેરવા જાઈએ. આ નિવેદનથી મુસ્લીમ સમુદાયના લોકો દુઃખી થયા છે અને તેને બે ધર્મો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવાનું કાવતરું ગણાવવામાં આવ્યું છે.
ફરિયાદી એમ. રાજુ નાયરે જણાવ્યું હતું કે મંત્રીનું નિવેદન સમાજમાં તણાવ ફેલાવવા અને સાંપ્રદાયિક લાગણીઓ ભડકાવવાના ઈરાદાથી જાણી જાઈને આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે હોળી જેવા પવિત્ર તહેવાર પર આ પ્રકારનું નિવેદન માત્ર અસંવેદનશીલ જ નથી પણ સામાજિક સૌહાર્દ પર પણ હુમલો છે.
માહિતી આપતાં, ફરિયાદીના વકીલ મનોજ કુમાર સિંહે જણાવ્યું હતું કે આ કેસ ભારતીય ન્યાયિક સંહિતાની કલમ ૨૫૯, ૧૨૪, ૪૧૮, ૧૨૦મ્ હેઠળ કોર્ટમાં નોંધાયેલ છે. તેમણે કહ્યું કે મંત્રીનું નિવેદન બંધારણના મૂળભૂત મૂલ્યો અને સામાજિક સૌહાર્દની વિરુદ્ધ છે, તેથી તેની સામે કાનૂની કાર્યવાહી જરૂરી છે.
આ બાબતને ગંભીર ગણીને કોર્ટે ફરિયાદ સ્વીકારી લીધી છે. ઉપરાંત, કેસની સુનાવણી માટે ૨૨ માર્ચ, ૨૦૨૫ ની તારીખ નક્કી કરવામાં આવી છે. ફરિયાદી પક્ષને આશા છે કે કોર્ટ આ મામલે ન્યાયી અને કડક કાર્યવાહી કરશે.
આ મામલે રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે. વિપક્ષી પાર્ટીઓએ આને અસંવેદનશીલ અને ઉશ્કેરણીજનક નિવેદન ગણાવ્યું છે અને મંત્રીના રાજીનામાની માંગ કરી છે. તે જ સમયે, મુસ્લીમ સમુદાયના ઘણા સામાજિક સંગઠનોએ પણ આ બાબતે નારાજગી વ્યક્ત કરી છે.