મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી મુલતવી રાખવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે રાજ્ય ચૂંટણી પંચની આકરી ટીકા કરતા કહ્યું કે ચૂંટણી મુલતવી રાખવાનો ચૂંટણી પંચનો નિર્ણય સંપૂર્ણપણે ખોટો હતો. પૈઠણમાં મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે છેલ્લી ઘડીએ ચૂંટણી મુલતવી રાખવી એ ઉમેદવારો માટે અન્યાયી છે જેમણે નામાંકન પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે.મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું, “કેટલાક વિસ્તારોમાં પેન્ડીગ અરજીઓને કારણે નગરપાલિકા ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય અન્ય ઉમેદવારો માટે અન્યાયી છે.” મુખ્યમંત્રીએ ચૂંટણી મુલતવી રાખવાના ચૂંટણી પંચના નિર્ણયની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવ્યો. મુખ્યમંત્રીએ કહ્યું, “મને ખબર નથી કે ચૂંટણી પંચ કોની સાથે સલાહ લઈ રહ્યું છે, પરંતુ જ્યાં સુધી હું કાયદાની દ્રષ્ટિએ જાણું છું, જા કોઈ કોર્ટમાં ગયું હોય, તો તેના કારણે ચૂંટણી મુલતવી રાખી શકાતી નથી.” રાજ્ય ચૂંટણી પંચે કેટલાક વિસ્તારોમાં મંગળવારે યોજાનારી નગરપાલિકા ચૂંટણી મુલતવી રાખી છે.મુખ્યમંત્રીએ કહ્યું, “જા કોઈ ઉમેદવાર પોતાના ઉમેદવારના નામાંકન નામંજૂર થવાને કારણે કોર્ટમાં ગયો હોય, તો છેલ્લી ઘડીએ ચૂંટણી મુલતવી રાખવી એ અન્ય ઉમેદવારો માટે અન્યાયી છે.” ચૂંટણી પંચ એક સ્વતંત્ર સંસ્થા છે અને તેને આ નિર્ણય લેવાનો અધિકાર છે, પરંતુ ચૂંટણી મુલતવી રાખવી એ સંપૂર્ણપણે ખોટું છે.’ ફડણવીસે એમ પણ કહ્યું કે તેઓ આ મામલો ચૂંટણી પંચ સમક્ષ ઉઠાવશે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ રાજ્ય ચૂંટણી પંચના નિર્ણયની ટીકા કરતા કહ્યું કે નામાંકન પ્રક્રિયા પૂર્ણ થયા પછી ચૂંટણી ક્્યારેય મુલતવી રાખવામાં આવી નથી.મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે દાવો કર્યો હતો કે અગાઉની સરકારોએ શહેરી વિકાસની અવગણના કરી હતી, અને કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરી વિસ્તારો માટે યોજનાઓ શરૂ કરી હતી કારણ કે દેશના જીડીપીનો ૬૫ ટકા ભાગ ત્યાંથી આવે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે છેલ્લા ૬૫ વર્ષથી શહેરો માટે કોઈ યોજનાઓ નહોતી, અને તેના કારણે અતિક્રમણ અને ઝૂંપડપટ્ટીઓ, પાણી અને કચરાની સમસ્યા ઊભી થઈ.










































