બગસરા ટાઉનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ‘મારી સામે કેમ મોટરસાયકલ આવવા દીધું’ તેમ કહી ચાકુ વડે ચરકો કર્યો હતો. આ ઉપરાંત ફોન પણ તોડી નાખ્યો હતો. જલદિપભાઇ શૈલેષભાઇ ધાંધીયા (ઉ.વ.૨૦) એ અવેશ રહિમભાઇ ખોખર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તથા સાહેદ તેમનું મોટરસાયકલ લઇને જતા હતા ત્યારે આરોપીએ મોટરસાયકલ રોકાવી તેમને કહેલ કે ‘મારી સામે કેમ મોટરસાયકલ આવવા દીધું છે.’ આમ કહી તેમને જેમ ફાવે ગાળો દેવા લાગ્યા હતા. જેથી આરોપીને ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાઇને કાંઠલો પકડી તેના હાથમાં રહેલ ચાકુ વડે માથામાં ડાબા કાનની ઉપર ચાકુ મારી ચરકો કરી ઇજા કરી હતી. તેમજ ઝપાઝપી દરમિયાન મોબાઇલ ફોન તોડી નાખી રૂ.૧૧,૦૦૦નું નુકસાન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના આઈ. જે. ગીડા વધુ તપાસ કરી રહ્યા છે.









































