બગસરાના માણેકવાડા ગામે સહકારી મંડળીના પૂર્વ મંત્રી તથા ચૂંટાયેલા સભ્યોએ ૯૬,૨૭,૫૫૦.૪૬ રૂપિયાની ઉચાપત કરી હતી.
જેને લઈ ઓડીટરે તમામ સભ્યો સામે ફરિયાદ નોંધાવી હતી. અમરેલીમાં રહેતા વિનોદભાઈ સામતભાઈ બલદાણીયા ઓડીટર ગ્રેડ-૨એ પૂર્વ મંત્રી સહિત ૧૧ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, સાગરભાઈ અરવિંદભાઈ પટોળીયા માણેકવાડા સેવા સહકારી મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમણે ચૂંટાયેલા સભ્યો ધીરૂભાઈ નાથાભાઈ પટોળીયા, બેચરભાઈ લાલજીભાઈ આસોદરીયા, વલ્લભભાઈ જાદવભાઈ વડાળીયા, મનસુખભાઈ કેશવભાઈ પટોળીયા, ભીખાભાઈ પોપટભાઈ કાનાણી, અરવિંદભાઈ વલ્લભભાઈ પટોળીયા, મનસુખભાઈ રણછોડભાઈ પટોળીયા, રાજેન્દ્રભાઈ વિઠલભાઈ કોટડીયા, મથુરભાઈ મુળજીભાઈ ગાજીપરા તથા રમેશભાઈ પુનાભાઈ કોટડીયા સાથે મળી રૂ.૯૬,૨૭,૫૫૦.૪૬ પૈસાની ઉચાપત કરી હતી. બગસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.જી. મયા વધુ તપાસ કરી રહ્યા છે.