આ વર્ષે ઉત્તર ભારતમાં શિયાળો સામાન્ય કરતાં ઘણો વહેલો આવી ગયો છે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં અનુભવાતી તીવ્ર ઠંડીએ નવેમ્બરની શરૂઆતથી જ તેની અસર બતાવવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૦૨૧ પછી આ પહેલી વાર છે જ્યારે ઉત્તર ભારતમાં તાપમાનમાં આટલો મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને, રાજસ્થાનના ઘણા ભાગોમાં પારો અચાનક નીચે ઉતરી ગયો છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.રાજસ્થાનના ૧૮ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું, જ્યારે ઘણા વિસ્તારોમાં તે ૫ ડિગ્રી સુધી ઘટી ગયું. માઉન્ટ આબુ સૌથી વધુ પ્રભાવિત થયું હતું, જ્યાં નવેમ્બરમાં પહેલીવાર પારો શૂન્ય ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો. હવામાન વિભાગના રેકોર્ડ દર્શાવે છે કે માઉન્ટ આબુમાં તાપમાન છેલ્લા ૧૫ વર્ષમાં નવેમ્બરમાં ક્યારેય આટલા નીચા સ્તરે ગયું ન હતું.લોકો સવારે ઉઠીને પાક, છોડ, સોલાર પેનલ અને વાહનોની છત પર બરફ જાતા હતા. સવારની ઠંડી એટલી તીવ્ર હતી કે લોકો સૂર્ય નીકળતાની સાથે જ ગરમીનો આનંદ માણવા માટે તેમના ઘરોની છત અને આંગણા પર બેઠા જાવા મળ્યા હતા. છેલ્લા ૧૫ વર્ષના તાપમાનના રેકોર્ડ પર નજર કરીએ તો, માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન નવેમ્બરમાં ક્્યારેય આટલું ઓછું થયું નથી.૨૦૨૨ માં, ૧ ડિસેમ્બરે તાપમાન શૂન્ય પર પહોંચી ગયું હતું, પરંતુ નવેમ્બરમાં તે ક્યારેય ૪ ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું ન હતું. પાછલા વર્ષોના ડેટા દર્શાવે છે કે લઘુત્તમ તાપમાન ૨૦૨૪માં ૯.૪,સેલ્સિયસ ૨૦૨૩માં ૭° સેલ્સિયસ,૨૦૨૨માં ૭°સેલ્સિયસ, ૨૦૨૧માં ૫°સેલ્સિયસ અને ૨૦૨૦માં ૪સેલ્સિયસ હતું. તે પહેલાં, ૨૦૧૯માં ૧૦°સેલ્સિયસ, ૨૦૧૮માં ૭.૪°સેલ્સિયસ, ૨૦૧૭માં ૬.૬°સેલ્સિયસ, ૨૦૧૬માં ૪°સેલ્સિયસ, ૨૦૧૫માં ૮સેલ્સિયસ અને ૨૦૧૪માં ૯સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ૨૦૧૩ અને ૨૦૧૦માં પણ તાપમાન ૧૦°સેલ્સિયસની નજીક હતું, જ્યારે ૨૦૧૨ અને ૨૦૧૧માં અનુક્રમે ૮સેલ્સિયસ અને ૯સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.નિષ્ણાતો માને છે કે નવેમ્બર ૨૦૨૫માં ઠંડું તાપમાન અસામાન્ય છે અને છેલ્લા દોઢ દાયકામાં પહેલી વાર આવું થયું છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષોભ અને ઉત્તરીય પવનોને કારણે ઠંડીમાં અચાનક વધારો થયો છે. સીકર, ઝુનઝુનુ, ચુરુ અને નાગૌર જિલ્લાઓમાં આગામી સાત દિવસ માટે શીત લહેરની ચેતવણી જારી કરવામાં આવી છે.










































