મહેસાણામાં ચોરી હવે નવાઈ રહી નથી. ચોરો માટે એટીએમ હંમેશા પહેલો ટાર્ગેટ રહ્યુ છે, ઘણી વખત તેઓને સફળતા મળે છે તો ઘણી વખત નથી મળતી. મહેસાણામાં આવી જ એક ચોરીનો પ્રયાસ થયો હતો અને ચોરને તેમા નિષ્ફળતા મળી હતી.
મહેસાણા શહેરના પિલાજી ગંજ વિસ્તારમાં નટરાજ હોટલ પાસે આવેલ એક્સિસ બેંકના એટીએમમાં ચોરીનો પ્રયાસ થયો છે. એક શખ્સ મોડી રાત્રે છ્‌સ્માં પ્રવેશ્યો હતો. તેણે પોતાની ઓળખ છુપાવવા માથે કાળી બેગ પહેરી હતી. શખ્સે એટીએમની અંદર રહેલા સીસીટીવી કેમેરા અને મશીનની તોડફોડ કરી હતી. બેથી ત્રણ કલાક સુધી મથ્યા બાદ પણ તે એટીએમ મશીન તોડવામાં નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ તે ખુલ્લા મોઢે બહાર નીકળ્યો હતો.
એટીએમ બહાર લગાવેલા બેંકના કેમેરામાં આરોપીનો ચહેરો કેદ થયો હતો. મહેસાણા એ-ડિવિઝન પોલીસે આ ફૂટેજના આધારે તેની ઓળખ કરી હતી. બનાવના ગણતરીના કલાકોમાં જ પોલીસે ઈસ્લમ ઉર્ફે રેમ્બો હેદરભાઈ બહેલીમ (ઉંમર ૩૦, રહે. સેતાવાડ કસ્બા, મહેસાણા)ની ધરપકડ કરી હતી. આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે.