સાવરકુંડલા શહેર અને આસપાસના મુસાફરોની લાંબા સમયની માંગણીને સંતોષતા, ૧૨ મીટરની વિશાળ પહોળાઈ ધરાવતા નવ કરોડના ખર્ચે બનેલ અદ્યતન ‘ફૂટ ઓવર બ્રિજ’નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી કાર્યકર્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યના હસ્તે આ બ્રિજને જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સાથે જ રેલવે સ્ટેશન નજીકની ખુલ્લી જમીન માટે પ્રોટેક્શન વોલનું પણ વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી પ્લેટફોર્મ બદલવા માટે મુસાફરોને જે અગવડતા પડતી હતી, આ આધુનિક ઢબના બ્રિજથી વૃધ્ધો અને બાળકો સહિતના તમામ મુસાફરો હવે રેલવે સ્ટેશન પર સુરક્ષિત અને સરળતાથી અવરજવર કરી શકશે.