રાજુલામાં રહેતી એક પરિણીતા પર મહુવામાં રહેતા સાસરિયાએ અમાનુષી અત્ચાર ગુજાર્યો હતો. સાસરિયાના સિતમથી ત્રાહિમામ થઈને પિયર પરત ફર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અફસાનાબેન રફીકભાઇ સેલોત (ઉ.વ.૨૪)એ પતિ બાબાફરીદ મહમંદઆરીફ કાળવાતર, સાસુ રજીયાબેન મહમંદઆરીફ કાળવાતર, નણંદ નમીરાબેન જુનેદભાઇ કાળવાતર સામે ફરિયાદ નોંધાવી હતી. પતિ, સાસુ તથા નણંદે લગ્ન જીવન દરમિયાન અવાર-નવાર મેણા ટોણા મારી, ગાળો આપી હતી. તેમજ શારિરીક અને માનસીક દુઃખ ત્રાસ આપ્યો હતો. પતિએ મારકુટ કરી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ શામજીભાઇ બાબરીયા વધુ તપાસ કરી રહ્યા છે.










































