મહીસાગરમાં હચમચાવી દેતી ઘટના બનવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ હવસખોર સગા કાકાએ પોતાની ફૂલ જેવી ભત્રીજીને પીંખી નાંખતા દીકરીના માતાપિતા આઘાતમાં છે. દીકરીને હાલ લુણાવાડા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. સગા કાકાએ ૫ વર્ષની ભત્રીજી સાથે દુષ્કૃત્ય આચર્યા બાદ ફરાર થઈ ગયો હતો. ઘટનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. બાળકીનાં માતાપિતાએ પોલીસ સ્ટેશનમાં પોક્સો કાયદા અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી નરાધમને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
જે કોઈ ૧૨ વર્ષથી ઓછી ઉંમરની દીકરી પર દુષ્કર્મ કરે છે તેને ૨૦ વર્ષથી ઓછી ન હોય તેવી સખત કેદની સજા થશે, પરંતુ જે આજીવન કેદ સુધી લંબાવી શકાય છે, જેનો અર્થ તે વ્યક્તિના કુદરતી જીવનના બાકીના સમય માટે કેદ અને દંડ અથવા મૃત્યુદંડ થશે. પરંતુ આ દંડ પીડિતના તબીબી ખર્ચ અને પુનર્વસનને પહોંચી વળવા માટે વાજબી અને ન્યાયિક રહેશે. વધુમાં, જા આ કલમ હેઠળ લાદવામાં આવેલ કોઈપણ દંડ પીડિતને ચૂકવવામાં આવશે.