મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ગયા મહિને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે સંકળાયેલા વિમાન દુર્ઘટનાની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેષ્ટિગેશન તપાસનો આદેશ આપવા વિનંતી કરી છે. મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્રની પૂર્વસંધ્યાએ એક પત્રકાર પરિષદને સંબોધતા ફડણવીસે કહ્યું કે “મહાયુતિ” સરકાર ખાતરી કરશે કે વિમાન દુર્ઘટના અંગેની તમામ શંકાઓ દૂર થાય. તેમણે કહ્યું, “મને એનસીપી (ભાજપના સાથી પક્ષ) તરફથી વિમાન દુર્ઘટનાની સીબીઆઇ તપાસની માંગણી કરતો પત્ર મળ્યો છે, અને મેં ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી છે. સીબીઆઇ ડીજીસીએ (નાગરિક ઉડ્ડયન નિર્દેશાલય) અને રાજ્ય સીઆઇડી (ગુના તપાસ વિભાગ) સાથે મળીને આ ઘટનાની તપાસ કરશે.”
પુણે જિલ્લાના બારામતી નજીક લેન્ડીંગ કરવાનો પ્રયાસ કરતી વખતે વિમાન ક્રેશ થયું ત્યારે અજિત પવાર અને તેના ચાર અન્ય લોકોનું મૃત્યુ થયું. આ અકસ્માત ૨૮ જાન્યુઆરીના રોજ થયો હતો. અજિત પવારના ભત્રીજા અને રાષ્ટવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) ના નેતા રોહિત પવારે વિમાન દુર્ઘટનાના સંજાગો અંગે અનેક આરોપો લગાવ્યા હતા અને ગોટાળાની શંકા વ્યક્ત કરી હતી. રોહિત પવારે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગ કરી હતી કે નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુ ઘટનાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજીનામું આપે. તેમણે લિયરજેટ ૪૫ વિમાનનું સંચાલન કરતી કંપની ફજીઇ અને નાયડુ સાથેના તેના કથિત સંબંધો અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા.
દરમિયાન, ફડણવીસે જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન નિર્દેશાલય વીએસઆરનું ઓડિટ કરી રહ્યું છે અને તેની તમામ લોગબુકની તપાસ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે તેમણે તપાસ રિપોર્ટની રાહ જાવી પડશે અને અટકળોથી દૂર રહેવું પડશે. યોગ્ય અધિકારીઓ તપાસ કરશે. તમામ રાજકીય નેતાઓની સલામતી માટે તપાસને મહત્વપૂર્ણ ગણાવતા, ફડણવીસે કહ્યું કે તેમણે ઘણી વખત વીએસઆર વિમાનમાં મુસાફરી કરી છે.









































