બાબરા સ્થિત તાપડિયા આશ્રમના મહંત મહામંડલેશ્વર ઘનશ્યામદાસજી મહારાજનો પ્રાગટ્ય દિન આગામી આસો સુદ એકાદશી શુક્રવાર, તારીખ ૦૩/૧૦/૨૦૨૫ ના રોજ સુરત મુકામે ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે.ઘનશ્યામદાસજી મહારાજના પ્રાગટ્યદિન નિમિત્તે તેમના અનન્ય સેવક હિતેશભાઈ મુકુંદભાઈ જસાણી (બાબરા વાળા) દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પાદુકા પૂજન અને ગુરુદેવના લાંબા આયુષ્ય અને નિરોગી સ્વાસ્થ્ય માટે ધાર્મિક પૂજા-અર્ચનની સાથે ભોજન પ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે.સુરતમાં ઘનશ્યામદાસજી મહારાજનો બહોળો સેવક વર્ગ હોવાથી, આ ભવ્ય કાર્યક્રમ પ્રથમ વાર સુરત ખાતે ધામધૂમથી ઉજવવામાં આવનાર છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવક સમુદાય ખૂબ જ હર્ષ અને ઉત્સાહ સાથે જહેમત ઉઠાવી રહ્યો છે.









































