અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને મંત્રી તરીકે પ્રમોશન મળ્યા બાદ તેઓ પ્રથમ વખત ચલાલા પધાર્યા હતા. આ પ્રસંગે ચલાલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કૌશિકભાઈ વેકરીયાએ ચલાલા આવીને સૌપ્રથમ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કર્યા હતા અને ત્યારબાદ પૂજ્ય દાન મહારાજની જગ્યામાં દર્શન કરીને પૂજ્ય વલકુબાપુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. રાજય મંત્રી વેકરીયાની સાથે સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, ચલાલા નગરપાલિકા પ્રમુખ ભઈલુભાઇ વાળા, પૂર્વ પ્રમુખ જયરાજભાઇ વાળા, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયા, મનસુખભાઈ સાપરીયા, ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ સાદરાણી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોએ કૌશિકભાઇ વેકરીયાનું ફૂલહારથી સ્વાગત અને સન્માન કર્યું હતું.