પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJY) અંતર્ગત ભુરખીયા હનુમાનજી દાદાના મંદિરના હોલમાં તા. ૧૬-૦૭-૨૦૨૫, બુધવારના રોજ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૭૦ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા હતા. લાઠી તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર.આર. મકવાણાના સૂચન મુજબ અને લાઠી તાલુકા પંચાયતના સભ્ય ચિરાગભાઈ પરમારની ઉપસ્થિતિમાં આ કેમ્પ યોજાયો હતો. અમરેલી જિલ્લા મેલેરિયા અધિકારી ડો. એ.કે. સિંગે કેમ્પની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્‌યું હતું. આરોગ્ય વિભાગના ડો. હિતેશ પરમાર, જયદેવભાઈ કનાળા અને અન્ય કર્મચારીઓએ કેમ્પમાં ફરજ બજાવી લાભાર્થીઓને કાર્ડ બનાવી આપવામાં મદદ કરી હતી. કેમ્પ પૂર્ણ થયા બાદ, ડો. એ.કે. સિંગ સાહેબને ભૃરખીયા હનુમાનજી દાદાની તસવીર ભેટ રૂપે અર્પણ કરવામાં આવી હતી.