કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જે અંતર્ગત ગુરૂવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ભાવનગર પ્રવાસે આવ્યા હતા. ભાવનગરના પ્રવાસ સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાવનગર જિલ્લા કાર્યાલય ભાવ કમલમનું લોકાર્પણ કર્યું હતું. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા અને મહાનગરનો કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાયો હતો. કોંગ્રેસ પ્રહાર કરીને આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં દ્ગડ્ઢછ ને મળેલ પ્રચંડ જીતના અભિનંદન પાઠવી સીધો ભાવનગર આવ્યો છું.ભાવનગરની પાવન ધરા પરથી મહારાજ કૃષ્ણકુમારજીને વંદન સાથે વિશેષ સંબોધન કરતા કહ્યું કે, કશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામખ્યા સુઘી અખંડ ભારતની રચના કરી જેની શરૂઆત મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કરી અને લોહપુરુષ સરદાર સાહેબે અખંડ ભારતનું નિર્માણ કર્યુ. આજે સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતિ સમગ્ર દેશમાં ઉજવાઇ રહી છે. ભાવનગરનો અદૂભૂત વિકાસ, વૃક્ષારોપણ અને સ્વચ્છતાનું કામ થઇ રહ્યુ. ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન અને વાસ્તુપુજનનો કાર્યક્રમ એ ભાજપના કાર્યકર્તાઓ માટે પોતાના નવા ઘરનુ વાસ્તુ હોય તેવો પ્રસંગ છે. બાકી પાર્ટીઓની જાણ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનુ બીજુ ઘર એટલે ભાજપ કાર્યાલય. આધુનિક સુવિઘા યુક્ત કાર્યાલય, પાર્કિગ, સાહિત્ય કક્ષ, નમો સેવા કક્ષ, ભોજન કક્ષ, પ્રમુખની અધ્યતન ઓફિસ, મહાસચિવોની ઓફિસ, વેઇટિંગ અને વિડિયો કોન્ફરન્સ રૂમ સહિતનું આધુનિક કાર્યાલય નિર્માણ પામ્યા છે. ૨૦૧૫માં સમગ્ર દેશની અંદર ૭૮૭ માંથી ૬૯૭ જિલ્લાના કાર્યાલયનું કામ પુર્ણ થયુ છે. ગુજરાતમાં પણ ૪૨ જિલ્લા કાર્યાલય બનાવવાના છે. તેમાંથી ૨૫ પહેલાથી બનેલા હતા, ૮ બની ગયા છે અને ૫નું કામ હજુ ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીની નીતી અને ચૂંટણીની રણનીતી ઘડવાની જગ્યા એટલે ભાજપ કાર્યાલય. પંચાયતથી પાર્લામેન્ટ સુઘી અનેક જગ્યાએ ભાજપના કાર્યકર્તાઓએ સેવા કરવા માટે સત્તા પ્રાપ્ત કરી અને સેવાયજ્ઞ ચાલુ કર્યો.મહાનગરમાં સૌથી વધુ મેયર કોઇ પાર્ટીના હોય તો તે ભારતીય જનતા પાર્ટીના છે અને મુળમાં તેનું કાર્યાલય છે. એક બાજુ ઘુસપેઠીઓને બચાવવા માટે ઘુસપેઠીયા યાત્રા કાઢવા વાળી કોંગ્રેસ પાર્ટી અને બીજી બાજુ દેશભરમાંથી એક એક ઘુસપેઠીયાઓને બહાર ધકેલવા માટે સંકલ્પબદ્ધ ભારતીય જનતા પાર્ટી. બિહારની જનતાએ ઐતિહાસિક જનાદેશ આપ્યો અને ૨૦૨૪ પછી અનેક રેકોર્ડ તોડયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા અને બિહારની જનતાએ ૨૦૧૦ પછી ફરી એક વખત એનડીએ સરકાર બનાવી, ઓડીસા અને આંધ્રપ્રદેશમાં પહેલી વખત, હરિયાણા-મહારાષ્ટÙ અને અરુણાચલમાં ભાજપની હેટ્રીક, સિક્કીમમાં પણ દ્ગડ્ઢછ ની સરકાર બની અને દિલ્હીમાં ૨૭ વર્ષ પછી ઝાડુથી આમ આદમી પાર્ટીની સફાઇ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યુ. કોંગ્રેસની સરકારે વિદેશમાં બનેલી પોલીસીને કટ પેસ્ટ કરી અંહી અમલ કરવાનું કામ કર્યુ.આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના નેતાઓને અંગે કાર્યકરો ટકોર પણ કરી કહ્યું કે, પ્રજાનો સીધો સંપર્ક કરશો તો તમારી ક્ષતિઓની સમજ જણાશે નહીં તો સ્થાનિક સ્વરજની ચૂંટણીમાં બિહારની જેમ સુપડા સાફ થઇ જશે. ભાજપે ૧૯૯૦થી ગુજરાત પ્રદેશ ભાજપે પરાજય નથી જાયો. આમ ભાવનગર નવા ભવનના લોકાપર્ણ પ્રસંગે હાજર રહેલા કાર્યકરોને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે જીત જાળવી રાખવા કાર્યકરો વાત મૂકીને કાર્યકરોને બુસ્ટ અપ કર્યા.








































