ભાવનગર પોલીસ બેડામાં બદલીનો મોટો ઓર્ડર કરવામાં આવ્યો છે. ભાવનગરના એસપી ડો. હર્ષદ પટેલ દ્વારા આ બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે. જેમાં ૧૧૭ પોલીસ કર્મીઓની આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે.
આ પોલીસ કર્મીઓની શહેર અને જિલ્લાના પોલીસ સ્ટેશનમાં આંતરિક બદલી કરવામાં આવી છે. જ્યારે ૩૭ જેટલા પોલીસ કર્મીને હેડ કવોટર ખાતે બદલી કરવામાં આવી છે.