ભાવનગરમાં પાલિકાએ મેગા ડિમોલિશનની કામગરી શરૂ કરી દીધી છે જેમાં ૨૫ થી ૩૦ જેટલા દબાણો અને બે ધાર્મિક સ્થળો તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કામગીરી કડક પોલીસ સુરક્ષા હેઠળ હાથ ધરવામાં આવી હતી. સિટી સર્વે નંબર ૭૬/૬૯ પર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ૨૫ થી ૩૦ દબાણો અને બે ધાર્મિક સ્થળો પણ દૂર કરવામાં આવ્યા હતા.૨૦૦૩ માં આ સરકારી જમીન પર દબાણો દૂર કરવાયા હતા. ત્યારબાદ, સમયાંતરે સ્થળ પર દબાણો ફરીથી કરવામાં આવ્યા હતા. ગેરેજ, ભંગારની દુકાનો અને ધાર્મિક સ્થળો અને તેમની ઓફિસો સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે. કડક પોલીસ સુરક્ષા હેઠળ દબાણ વાળી જમીન ખોલવામાં આવી હતી. સિટી સર્વે ટીમ અને મામલતદારની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણો દૂર કરવામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પણ સામેલ હતી.ભાવનગર શહેરમાં આજે વહેલી સવારે મેગા ડિમોલિશન શરૂ થયું છે, જેમાં ભાવનગરના અકવાડા નજીક ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના અતિક્રમણ વિભાગે આ કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે મદરેસા અને ફ્લેટના રહેવાસીઓ પોતાનો સામાન લઈને બહાર આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ વિભાગોની ટીમો કડક પોલીસ સુરક્ષાની મદદથી સ્થળ પર પહોંચી અને કાર્ય હાથ ધર્યું.











































