ભાવનગરમાં રવિવારે ત્રીજુ પત્રકાર અધિવેશન યોજાયું હતું. આ તકે ભાવનગર સ્ટેટ યુવરાજ વિજયરાજસિંહજી ગોહિલ અને જિલ્લા કલેકટર મનીષકુમાર બંસલ, પત્રકાર એકતા પરિષદના પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર એકતા પરિષદ ભાવનગર ટીમ દ્વારા કરાયેલ આયોજનની ચોમેર સરાહના સાથે સફળતાની ચર્ચાને પ્રદેશ અધ્યક્ષ દ્વારા થયેલી નવી જાહેરાતો, અધિવેશનના નવા સ્વરૂપે ભાવનગરથી ગુજરાતને દિશા આપી છે. હવે અધિવેશનમાં પત્રકારોના બદલે સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓ કે અધિકારીઓના સન્માનની સાથે ગુજરાતના ૩૪ જિલ્લાના પત્રકારોને પરિષદ દ્વારા ૧૦ લાખ વીમા કવચ, સાથે સભ્ય નોંધણી અને ઓળખકાર્ડ સાથે રેકોર્ડ આધારિત સંપૂર્ણ સંગઠનની એક નવી ઊંચાઈ સર કરવા તરફ એક કદમનો પ્રારંભ ભાવનગરથી થયો છે. સ્ટેટના યુવરાજે આગામી અધિવેશન ભાવનગર નિલમબાગ પેલેસમાં યોજવા યજમાનપદની જાહેરાત કરતાં પત્રકારોમાં ખુશી વ્યાપી હતી.