ભાવનગરના વલ્લભીપુર-અમદાવાદ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે.. કાનપર ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં કુલ ૩ લોકોના મોત થયા. બાબરાના ઉદ્યોગપતિનો પરિવાર કારમાં જઇ રહ્યો હતો ત્યારે પુરઝડપે આવી રહેલી ટ્રકે તેને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઉદ્યોગપતિ ભૂપતભાઈ બોરસાણીયાનું ઘટનાસ્થળેજ મોત થયું..
આ અકસ્માતમાં એકતાબેનના પતિ જયભાઇ બોરસાણીયાનું પણ સારવાર દરમ્યાન મોત નિપજ્યું અકસ્માતમાંં ઇજાગ્રસ્ત પરિવારના અન્ય બે વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે.. આ અકસ્માતે હસતા-ખેલતા પરિવારને વેરવિખેર કરી નાંખ્યો છે..
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભૂમાફિયા લલ્લા બિહારીની ધરપકડ, બાંગ્લાદેશીઓની મદદ કરનાર રાજસ્થાનથી ઝડપાયો કુખ્યાત ભૂમાફિયા લલ્લા બિહારીની ધરપકડ કરવામાં શહેર ક્રાઈમબ્રાંચને મોટી સફળતા મળી છે. ૭૨ કલાકના અલ્ટીમેટમ પહેલા લલ્લા બિહારી ઝડપાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં લલ્લા બિહારીએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. લલ્લા બિહારી વિરૂદ્ધ દાખલ વધુ ફરિયાદો થઈ શકે છે.
અમદાવાદના ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન, પોલીસે રાજસ્થાનના લલ્લા બિહારીની ધરપકડ કરી છે, જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને આવતા મદદ કરી રહ્યો હતો, જ્યારે અગાઉ ૨૯ એપ્રિલે તેના પુત્ર ફતેહ મોહમ્મદની ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદના ચંડોળા તળાવને બાંગ્લાદેશીઓનો ગઢ બનાવનાર લલ્લાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે. હવે સમગ્ર બાંગ્લાદેશી રેકેટની વિગતો બહાર આવશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દાવો કરી રહી છે કે ટીમ તેને રાજસ્થાનથી અમદાવાદ લાવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે કે માત્ર લલ્લા બિહારી જ નહીં, પરંતુ કેટલાક સ્થાનિક રાજકીય નેતાઓ પણ બાંગ્લાદેશીઓને મદદ કરી રહ્યા હતા. રાજકીય નેતાઓના કારણે જ બાંગ્લાદેશીઓને ભારતીય દસ્તાવેજા મળતા હતા.
ક્રાઈમ બ્રાન્ચે પણ આ દિશામાં તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં રાજકીય નેતાઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. આ સમગ્ર રેકેટમાં કોઈ સરકારી અધિકારી સંડોવાયેલા હતા કે નહીં તેની પણ તપાસ થઈ શકે છે. લલ્લા બિહારીના પુત્ર ફતેહ મોહમ્મદની પૂછપરછ દરમિયાન પોલીસને લલ્લા બિહારીના ૫ ઘરોના સરનામાં મળ્યા. લલ્લા બિહારી તેમની ચાર પત્નીઓ સાથે આ પાંચ ઘરમાં રહેતો હતો. તેના પાંચેય ઘરમાંથી બેંક ખાતાની વિગતો અને મોટી સંખ્યામાં બિલ બુક મળી આવી છે. જ્યારે તેના ઘરમાંથી પૈસા ગણવાનું મશીન, ભાડા કરાર, ભાડાની રસીદો અને અન્ય દસ્તાવેજા મળી આવ્યા હતા.ક્રાઈમબ્રાંચની ટીમ દ્વારા લલ્લા બિહારીના ઘરે તપાસ કરવામાં આવી હતી. જેમાં લલ્લા બિહારીની પહેલી પત્નીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં લલ્લા બિહારીના ચારેય ઘર પર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી.લલ્લાની ચારેય પત્નીઓ અલગ અલગ ઘરોમાં રહેતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. તે સિવાય અન્ય એક જગ્યા પર પર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પહેલી પત્ની જમીલાબાનું, બીજી પત્ની ફિરોઝાબાનુ, ત્રીજી પત્ની તમ્મન, ચોથી પત્ની રુક્ષાનાબાનુ ના ઘરે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.