સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ હોસ્પિટલ ટીંબી દ્વારા તારીખ ૩૦ મી ઓક્ટોબરને ગુરૂવારના રોજ પ્રથમ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદી માહોલ અને વાવાઝોડાની આગાહીને કારણે આયોજકો દ્વારા આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે કાર્યક્રમની નવી તારીખ અગામી થોડા દિવસોમાં જ નક્કી કરવામાં આવશે તેમ નિર્દોષાનંદ હોસ્પિટલની અખબારી યાદીમાં જણાવાયું છે









































