વેસ્ટ ઇન્ડીઝની ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે. આ સમયે બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની બીજીડ્ઢૈં ૦૧ જૂને કાર્ડિફમાં રમાશે. આ મેચ પહેલા જ ઇંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર જેમી ઓવરટન ઇજાને કારણે આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. તેમના પહેલા ગુસ એટકિન્સન અને જાફ્રા આર્ચર પણ ઇજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયા હતા.
જેમી ઓવરટનને પહેલી વનડે દરમિયાન ઈજા થઈ હતી. તે મેચ દરમિયાન ઓવરટનના જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. હવે તે ઈંગ્લેન્ડની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રિહેબ કરશે. દરમિયાન, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે તેના સ્થાને કોઈ પણ ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડે પહેલી વનડે ૨૩૮ રનથી જીતી હતી.
ઈંગ્લેન્ડ અને સરેના ઓલરાઉન્ડર જેમી ઓવરટનને જમણા હાથની નાની આંગળીમાં ફ્રેક્ચર થવાને કારણે મેટ્રો બેંક વનડે શ્રેણી અને વેસ્ટ ઈન્ડીઝ સામેની આગામી ટી૨૦ શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યા છે. ગુરુવારે એજબેસ્ટન ખાતે રમાયેલી પહેલી વનડે દરમિયાન ઓવરટનને આ ઈજા થઈ હતી. હવે તે ઈંગ્લેન્ડની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રિહેબ કરશે. તેના રિપ્લેસમેન્ટ તરીકે કોઈ પણ ખેલાડીને વનડે ટીમમાં સામેલ કરવામાં આવશે નહીં.
વેસ્ટ ઈન્ડીઝ સામેની બીજી વનડે માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત જેમી ઓવરટનના સ્થાને મેથ્યુ પોટ્સનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પોટ્સનો ૧૦મો વનડે મેચ હશે. જા ઇંગ્લેન્ડ બીજી વનડે જીતે છે, તો તેઓ શ્રેણીમાં ૨-૦થી અજેય લીડ મેળવશે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી મેચ માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનઃ બેન ડકેટ, જેમી સ્મિથ, જો રૂટ, હેરી બ્રુક (કેપ્ટન), જાસ બટલર (વિકેટકીપર), જેકબ બેથેલ, વિલ જેક્સ, બ્રાયડન કાર્સ, મેથ્યુ પોટ્સ, આદિલ રશીદ, સાકિબ મહમૂદ