મહિલા વનડે વર્લ્ડ કપ સપ્ટેમ્બર ૨૦૨૫ ના અંતમાં ભારતના યજમાનીમાં રમાશે, જેમાં કુલ ૮ ટીમો ભાગ લેશે. આ મેગા ઇવેન્ટમાં, ફરી એકવાર ભારતીય ચાહકોની નજર ટીમ ઇન્ડિયાના પ્રદર્શન પર રહેશે. આ ટુર્નામેન્ટની તૈયારીમાં, ટીમ ઈન્ડિયા સપ્ટેમ્બરની શરૂઆતમાં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાની ટીમનો સામનો કરશે જેમાં તેમને ત્રણ મેચનીવનડે શ્રેણી રમવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ અંગેનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.
ભારતીય મહિલા ટીમ, જેણે ૨૦૨૫ માં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે, તે વનડે વર્લ્ડ કપ પહેલા ૧૪ સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમશે. જ્યારે આ શ્રેણીની બીજી મેચ ૧૭ સપ્ટેમ્બરે રમાશે, જ્યારે છેલ્લી મેચ ૨૦ સપ્ટેમ્બરે રમાશે.વનડે શ્રેણીની ત્રણેય મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે, જેમાં બધી મેચ ડે-નાઈટ છે અને તે ભારતીય સમય મુજબ બપોરે ૧ઃ૩૦ વાગ્યે શરૂ થશે. ટીમ ઈન્ડિયા વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ શ્રેણી રમશે, જેમાં તમામ મહત્વપૂર્ણ ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખવામાં આવશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે શ્રેણીનો સમયપત્રક મેચનો સમય સ્ટેડિયમ
પ્રથમ ૧૪ સપ્ટેમ્બર, બપોરે ૧:૩૦ વાગ્યે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ
બીજા ૧૭ સપ્ટેમ્બર, બપોરે ૧:૩૦ વાગ્યે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ
ત્રીજા ૨૦ સપ્ટેમ્બર, બપોરે ૧:૩૦ વાગ્યે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ
ટીમ ઈન્ડિયા ૨૮ જૂનથી ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે
જ્યારે ભારતીય મહિલા ટીમ સપ્ટેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણી રમશે, તે પહેલાં ટીમ ઈન્ડિયાએ ૨૮ જૂનથી ૨૨ જુલાઈ સુધી ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે. જ્યારે આ પ્રવાસ પાંચ મેચનીડ્ઢૈં શ્રેણીથી શરૂ થશે, ત્યારબાદ બંને ટીમો વચ્ચે ત્રણ મેચનીડ્ઢૈં શ્રેણી પણ રમાશે. ભારતીય મહિલા ટીમે તાજેતરમાં શ્રીલંકાની મુલાકાત લીધી હતી જ્યાં તેઓએ ત્યાં રમાયેલી વનડે ત્રિકોણીય શ્રેણી જીતી હતી.