આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બાંગ્લાદેશને કડક ચેતવણી આપી છે જે ચીનના ઉશ્કેરણી પર ભારત વિરુદ્ધ દુશ્મનની ભાષા બોલી રહ્યું છે. તેમણે કહ્યું કે જા બાંગ્લાદેશ ભારતના સિલિગુડી કોરિડોર પર હુમલો કરશે તો ભારત પણ જવાબી કાર્યવાહી કરશે. સીએમ શર્માએ કહ્યું કે ઓપરેશન સિંદૂર પહેલાથી જ સાબિત કરી ચૂકયું છે કે ભારત કેટલું મજબૂત છે. ભારત પર હુમલો કરે તે પહેલાં બાંગ્લાદેશને ૧૪ વાર પુનર્જન્મ લેવો પડશે. અહેવાલો અનુસાર, બાંગ્લાદેશ હવે ચીનની મદદથી ભારતીય સરહદની નજીક લાલમોનિરહાટ ખાતે એરબેઝનું પુનર્નિર્માણ કરી રહ્યું છે. હિમંત બિસ્વા શર્માના નિવેદનને ચીન સાથે જાડવામાં આવી રહ્યું છે.
શેખ હસીનાની સરકારના બળવા પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. બાંગ્લાદેશ તરફથી વારંવાર ઉત્તર-પૂર્વ અને ચિકન નેક સિલિગુડી કોરિડોર અંગે વિવાદાસ્પદ નિવેદનો આવી રહ્યા છે. ઓપરેશન સિંદૂર પહેલા, બાંગ્લાદેશના ભૂતપૂર્વ લશ્કરી અધિકારી ફઝલુર રહેમાને ભારત વિરુદ્ધ ઝેર ઓકયું હતું અને ચીન સાથે મળીને ઉત્તર-પૂર્વ રાજ્યો કબજે કરવાની ધમકી આપી હતી. મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે ફઝલુરને રાષ્ટ્રીય સ્વતંત્ર આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. માર્ચની શરૂઆતમાં, ચીનની મુલાકાત દરમિયાન, મુહમ્મદ યુનુસે ભારતના ઉત્તર-પૂર્વ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
તમને જણાવી દઈએ કે ભારત ઉત્તર પૂર્વમાં બાંગ્લાદેશ સાથે લગભગ ૧,૬૦૦ કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. ૨૦-૨૨ કિમી લાંબો સિલિગુડી કોરિડોર ઉત્તર-પૂર્વના સાત રાજ્યોને દેશ સાથે જાડે છે. તેને ભારતનું ‘ચિકન નેક’ પણ કહેવામાં આવે છે. બાંગ્લાદેશ ચીનની મદદથી લાલમોનિરહાટ ખાતે બીજા વિશ્વયુદ્ધ દરમિયાનના એરબેઝનું પુનઃનિર્માણ કરી રહ્યું છે. આ એરબેઝ સિલિગુડી નજીક ભારતીય સરહદની નજીક આવેલું છે અને બાંગ્લાદેશ વાયુસેનાના નિયંત્રણ હેઠળ છે. આ એરબેઝ દાયકાઓથી નિÂષ્ક્રય છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ડેરગાંવમાં કહ્યું કે, અમારી પાસે ચિકન નેક છે. પણ બાંગ્લાદેશમાં બે ચિકન નેક છે. જા બાંગ્લાદેશ આપણા ચિકન નેક પર હુમલો કરશે, તો અમે બાંગ્લાદેશના બંને ચિકન નેક પર હુમલો કરીશું. બાંગ્લાદેશનું પહેલું ચિકન નેક મેઘાલય સાથે જાડાય છે. તે બાંગ્લાદેશના ચિત્તાગોંગ બંદરને જાડે છે, ભારતના ચિકન નેક કરતા પણ સાંકડું છે અને ફક્ત એક પથ્થર ફેંકવાના અંતરે સ્પિત છે. ઓપરેશન સિંદૂર પછી, બાંગ્લાદેશને ભારત પર હુમલો કરવા માટે ૧૪ વખત પુનર્જન્મ લેવો પડશે.