કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે કેનેડા સાથે મુક્ત વેપાર કરાર (એફટીએ) પર વાટાઘાટો ફરી શરૂ કરવા માટે તમામ શક્્યતાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. વાણિજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે તેમણે કેનેડાના નિકાસ પ્રમોશન, આંતરરાષ્ટ્રીય વેપાર અને આર્થિક વિકાસ મંત્રી મનિન્દર સિદ્ધુ સાથે બે રાઉન્ડની ચર્ચા કરી હતી અને બંને દ્વિપક્ષીય સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાના માર્ગો પર વિચાર કરી રહ્યા હતા. ગોયલે અહીં કહ્યું, “બધી શક્યતા ઓ ખુલ્લી છે. અમારી પાસે અત્યાર સુધી બે રાઉન્ડની ચર્ચા થઈ છે. અમે દિલ્હીમાં ઉચ્ચ-સ્તરીય મંત્રીસ્તરીય બેઠક માટે મળ્યા હતા. અમે દ્વિપક્ષીય સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી.”મનિન્દર સિદ્ધુ ૩૦મા ભારતીય ઉદ્યોગ સંઘ  ભાગીદારી સમિટમાં ભાગ લેવા માટે વિશાખાપટ્ટનમમાં હતા. ગોયલે સમિટમાં જણાવ્યું હતું કે ભારત વિશ્વ વેપાર સંગઠન સુધારાઓને આગળ વધારવામાં નેતૃત્વની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે, પરંતુ ભાર મૂક્્યો હતો કે આ સુધારાઓ વિકાસશીલ અને ઓછા વિકસિત દેશો સાથે પરામર્શ કરીને ઘડવામાં આવવા જાઈએ. એ સુનિશ્ચિત કરવું જાઈએ કે સમગ્ર કવાયત થોડા વિકસિત દેશોના એજન્ડાને બદલે વૈશ્વિક કલ્યાણ માટે હોય. ગોયલે કહ્યું કે વિશ્વ ભારતની શક્તિ અને નેતૃત્વને ઓળખે છે, અને દેશ એક જવાબદાર વૈશ્વિક રાષ્ટ્ર છે અને વૈશ્વિક દક્ષિણનો અવાજ બનવાનું ચાલુ રાખશે.ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, “અમે (વિશ્વ વેપાર સંગઠનમાં) સુધારાઓનું નેતૃત્વ કરવા માંગીએ છીએ. પરંતુ આ સુધારા અન્ય વિકાસશીલ અને ઓછા વિકસિત દેશો સાથે પરામર્શ કરીને કરવામાં આવશે, જેથી આપણે ખરેખર વિશ્વના કલ્યાણ માટે કામ કરી શકીએ, ફક્ત થોડા વિકસિત દેશોના એજન્ડા માટે નહીં.” એ નોંધવું જાઈએ કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી મુક્ત વેપાર કરારની ચર્ચાઓ હવે અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં પૂર્ણ  થવાની અપેક્ષા છે. વધુમાં, ભારત હાલમાં યુનાઇટેડ સ્ટેટ્‌સ, યુરોપિયન યુનિયન, ઓમાન, પેરુ અને ચિલી સહિત ઘણા દેશો સાથે એફટીએ માટે સક્રિય રીતે વાટાઘાટો કરી રહ્યું છે.